News

World Environment Day Celebration – Think Green Painting Competition on 5th June, 2018

Diamond Group_compressed

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ગુજરાત ઝોન મુખ્યાલય, કાંકરિયા “સુખ શાંતિ ભવન” ખાતે ૫મી જુન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના શિક્ષા પ્રભાગ દ્વારા “થીંક ગ્રીન ચિત્ર સ્પર્ધા “નું આયોજન કરવામાં આવેલ.  બે જૂથમાં ૫ વર્ષ થી ૧૦ વર્ષ ના બાળકો ને  એન્જલ ગ્રુપ નામ આપેલ તથા ૧૧ વર્ષ થી ૧૬ વર્ષ ના બાળકો ને  ડાયમન્ડ ગ્રુપ નામ આપવામાં આવેલ.  જેમાં ૭૦ બાળકો એ ચિત્ર  સ્પર્ધામાં ભાગ લીધો. બાળકો એ પર્યાવરણ ના ૮ વિવિધ વિષયો  ઉપર ચિત્રો દોરેલ.
ચિત્ર સ્પર્ધામાં  એન્જલ ગ્રુપ  તથા   ડાયમન્ડ ગ્રુપના પ્રથમ ૫  વિજેતાઓં ને ઇનામો ની સાથે-સાથે નોટબુક, ચોકલેટ, બિસ્કિટ તથા પ્રસાદ પણ બ્રહ્માકુમારી નેહાબેનના હસ્તે  આપવામાં આવેલ.
ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલ બધા બાળકો ને ઈશ્વરીય ઉપહાર (ભેટ) બ્રહ્માકુમારી નેહાબેન ના હસ્તે આર્પણ કરેલ.
ચિત્ર  સ્પર્ધાની સાથે-સાથે બાળકોને આધ્યાત્મિક જાદુના ખેલ પ્રો હેમંતભાઈ પરીખે બતાવ્યા હતા. બાળકોએ ગીતો ગાયા અને નૃત્ય પણ મંચ પર રજૂ કરેલ. સાથે-સાથે બાળકોને  આધ્યાત્મિક એનીમેટેડ ફિલ્મ પણ બતાવવામાં આવી. વિવેકાનંદ આર્ટસ કૉલેજના આચાર્ય ડો મમતા શર્માએ બાળકોને મુલ્યો વિશે સમજ આપી. આ પ્રસગે  શિક્ષા પ્રભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્ર.કુ. હરીશ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા.
કપૂર ડ્રોઈગ કલાસના ટીચર અરુણભાઈ તલાટી, શ્રી લલિત વ્યાસ, શ્રીમતી જયોત્સ્નાબેન ઠક્કર નિર્ણયકો એ આખરી નિર્ણય આપ્યો.